24.9.26

AI એટલે શું? અને તે તમારા કેટલા કામનું

 AI એટલે શું? અને તે તમારા કેટલા કામનું?


નમસ્તે, હું સુરેશ ભટ્ટ, ભાવનગર. પુસ્તકોનો માણસ છું. આજે તમને AI વિશે બહુ સાદી વાત કરવી છે.


ઘણા લોકોને એમ લાગે છે કે AI એટલે મોટા ભણેલા લોકોનું કામ. પણ સાચું એમ નથી. જેમ તમે વ્હોટ્સએપમાં બોલીને મેસેજ મોકલો છો, યુટ્યુબમાં બોલીને વિડીયો શોધો છો, એટલું જ સહેલું AI છે.


AI થી કેટલા કામ થાય?


1. લખવાનું કામ :

પત્ર લખવો હોય, અરજી લખવી હોય, દુકાનનું બોર્ડ લખવું હોય. તમે બોલો, AI લખી આપે.


2. ભાષા બદલવી :

ગુજરાતી વાતને હિન્દી કે અંગ્રેજીમાં બદલવી હોય તો એક મિનિટમાં થાય.


3. હિસાબ-કિતાબ :

ખેતરનો હિસાબ, દુકાનનો હિસાબ, ઘરનું બજેટ. તમે આંકડા બોલો, AI જોડ-બાદ કરી આપે.


4. શીખવાનું કામ :

છોકરાઓને ગણિત ન આવડે, અંગ્રેજી ન આવડે. ફોટો પાડીને પૂછો, AI માસ્તરની જેમ સમજાવે.


5. ખેતી અને ધંધામાં :

કયું બિયારણ સારું? દવા કેટલી નાખવી? ગ્રાહકને વ્હોટ્સએપમાં શું જવાબ આપવો? AI સલાહ આપે.


6. ફોટો અને ડિઝાઇન :

લગ્નની કંકોત્રી બનાવવી હોય, દુકાનની જાહેરાત બનાવવી હોય. તમે કહો એવો ફોટો AI બનાવી આપે.


આ કેટલું સહેલું છે?


તમારે કંઈ શીખવાનું નથી. ફક્ત મોબાઈલમાં બોલવાનું છે.


જેમ તમે કોઈ માણસને પૂછો — "ભાઈ, આનું હિન્દી કરી આપો ને" — એમ જ AI ને કહેવાનું. તે તરત જવાબ આપે.


મોબાઈલ છે, થોડું વાંચતા-લખતા આવડે છે, તો AI તમારો મિત્ર છે. તે દિવસ-રાત કામ કરે, કંટાળે નહીં, પૈસા માંગે નહીં.


મિત્રો, ડરો નહીં. એકવાર બોલીને પૂછી તો જુઓ. વ્હોટ્સએપ અને યુટ્યુબ જેટલું સહેલું AI છે.


— સુરેશ ભટ્ટ

AI એટલે શું? અને તે તમારા કેટલા કામનું

 AI એટલે શું? અને તે તમારા કેટલા કામનું? નમસ્તે, હું સુરેશ ભટ્ટ, ભાવનગર. પુસ્તકોનો માણસ છું. આજે તમને AI વિશે બહુ સાદી વાત કરવી છે. ઘણા લોકો...